• Yatra Bhitarani

Yatra Bhitarani

₹ 165.00 ₹ 165.00 SAVE 0%

Quantity

ધ્રુવ ભટ્ટની કથાઓનું રસદર્શન!

ધ્રુવ ભટ્ટ વર્તમાન સમયમાં સૌથી લોકપ્રિય નવલકથાકાર છે. એમની કથાઓએ યુવાનોથી લઈને વયોવૃદ્ધ એમ દરેકને આકર્ષ્યા છે. એમની કથાઓ પરથી નાટકો અને ફિલ્મો પણ બની છે. એમની નવલકથાઓનું રસદર્શન આ પુસ્તકમાં કરાવવામાં આવ્યું છે. જે મજા લેખકની કથા વાંચવામાં આવે છે એવો જ રસ આ રસદર્શન વાંચવામાં પણ આવશે.

લેખક કહે છે કે… આ પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો? એનું સૌથી અગત્યનું પ્રેરકબળ ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પ્રત્યેની મારી પ્રીતિ છે. દસ – બાર વર્ષ અગાઉ ‘તત્ત્વમસિ’ વાંચી ત્યારથી ધ્રુવ ભટ્ટની કથાઓ, એમની પાત્રસૃષ્ટિ, એમનું જીવનવલણ મને આકર્ષતું રહ્યું છે. એ રીતે આ પુસ્તક ‘ગમતાનો ગુલાલ’ છે. જે વાચકોએ ધ્રુવ ભટ્ટની બધી કથાઓ વાંચી છે તેમને આ પુસ્તકમાંથી અવારનવાર પસાર થવાનું ગમશે. જે વાચકોએ ધ્રુવ ભટ્ટની એકાદ – બે નવલકથાઓ વાંચી છે. તેઓ એમની શેષ નવલકથાઓ આ પુસ્તક થકી વાંચવા પ્રેરાશે. અને જેઓએ આજ સુધી ધ્રુવ ભટ્ટની એક પણ નવલકથા નથી વાંચી તેઓ એમને વાંચવા પ્રેરાય પણ ખરા.

Product added to your Cart