🇮🇳 Flat ₹ 100 OFF on Online Payment + 🎁 Free Gift on All Prepaid Payments !
Need any Help? Contact us here
દુનિયા તેમને માત્ર વૉરેન બફેટના નામથી જ નહીં, પણ શેરબજારના જાદુગર, બર્કશાયરના કિંગ, વૉલ સ્ટ્રીટના સફળતમ ખેલાડી અને ‘ઑરકેલ ઑફ ઓમાહા’ તરીકે પણ જાણે છે. આનંદથી છલકાતો ચહેરો અને સામાન્ય કદ કાઠી ધરાવનારી આ વ્યક્તિને જોઈને તમે કદીયે કલ્પી ન શકો કે તેઓ વિશ્વના ત્રીજા અને અમેરિકાના બીજા સૌથી સંપત્તિવાન વ્યક્તિ છે. એપ્રિલ ૨૦૦૭માં ‘ફોર્બ્સ’ મેગેઝિન દ્વારા પ્રકાશિત થયેલી વિશ્વના અરબપતિઓની યાદીમાં વૉરને બફેટે માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને મૅક્સિકોના કાર્લોસ સ્લિમ હેલ પછી ત્રીજું સ્થાન મેળવ્યું હતું. દુનિયાભરના જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે કાર્યરત બિલ ઍન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને ત્રીસ અરબ ડૉલર એટલે કે તેઓની કુલ સંપત્તિના અંદાજે ૮૩ ટકા સંપત્તિનું દાન કરીને નવો ઇતિહાસ રચ્યો છે.
વિશ્વભરની મૅનેજમેન્ટ કોલેજોના વિદ્યાર્થીઓ માટે આજે પણ કિશોર વયના વૉરેન બફેટનો સંઘર્ષ એક અભ્યાસનો વિષય છે. બાળપણમાં ચ્વીન્ગમ, સોડા, કોક અને સમાચારપત્ર વેચતા વૉરનની સંઘર્ષ કથા અને સ્વાવલંબનની વાતો અમેરિકાની શાળામાં બાળકોને ભણાવવામાં આવે છે.
વૉરેન બફેટના વ્યક્તિત્વને સમજવું કે તેમના વિશે એકમત બાંધવો તે શેરબજારની જેમ જ અસમંજસભર્યું છે. એક બાજુ તેઓ વોલ સ્ટ્રીટમાં એક – એક પાઈ માટે જોડ તોડ કરતા હતા, જ્યારે બીજી બાજુ એક જ ઝાટકે પોતાની જીવનભરની કમાણી પરોપકાર માટે કુરબાન કરી દીધી હતી.
આ પુસ્તકમાં વૉરેનના વ્યક્તિત્વના આ વિરોધાભાસને સમજવાના પ્રયાસરૂપે તેમના જીવનમાં ઊંડા ઊતરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં સંઘર્ષ, સંયમ, કરકસર, પરોપકાર અને દીર્ધદષ્ટિ જેવા ગુણ ભર્યા પડ્યા છે.
આ પુસ્તક આપના જીવનમાં અને બિઝનેસમાં પ્રેરણારૂપ બનશે.