🇮🇳 Flat ₹ 100 OFF on Online Payment + 🎁 Free Gift on All Prepaid Payments !
Need any Help? Contact us here
વિવેકાનંદનું ખડતલ શરીર, પણ રામકૃષ્ણના કૃશ, કોમલ છતાં સુગઠિત શરીરથી બિલકુલ ભિન્ન હતું. વિવેકાનંદનું ડીલ લાંબુ (પાંચ ફૂટ સાડા આઠ ઈંચ), પહોળા ખભા અને ભારે છાતી, સુડોળ પુષ્ટ અને વ્યાયામથી ટેવાયેલા હાથ, રંગ ઘઊંવર્ણો, ભરાવદાર ચહેરો, ટટ્ટાર માથું અને દઢ જડબું હતું. સુંદર, સુડોળ અને થોડી ઉપસેલી આંખો, ભારે પાંપણો કમળની પાંખડીઓની પરિચિત ઉપમાની યાદ અપાવી દેતી હતી. તેમની નજરના જાદુથી કશું જ બચી શકતું નહીં. તેનું આકર્ષણ જેવું વ્યાપક હતું, તેની વિનોદશીલતા અથવા કરુણા પણ એવી જ અમાપ હતી. તે સમાધિમાં ખોવાઈ જતી અને ચેતનાના ગહનતમ સ્તરમાં જઈ તેને ઉપાડી આપતી હતી. પરંતુ વિવેકાનંદનો મુખ્ય ગુણ તેમનો રાજસી ભાવ હતો. તેઓ જાણે રાજા થવા જ જમ્યા હતા અને ભારત અથવા અમેરિકામાં જે કોઈપણ તેમની સંપર્કમાં આવ્યું તે જાણે તેમના સિંહાસન આગળ માથું ઝુકાવવા વિવશ થઈ જતું.
લેખક : રોમા રોલાંનો પરિચય, મૂળ નામ રોમેઇન રોનાલડ, (૨૯ જાન્યુઆરી ૧૮૬૬- ૩૦ ડિસેમ્બર ૧૯૪૪) પ્રખ્યાત ફ્રેન્ચ લેખક – નાટયકાર – ઇતિહાસકાર – કળામર્મજ્ઞ અને રહસ્યવાદી તરીકે જણીતાં હતાં. એમની બહુમુખી પ્રતિભાને કારણે એમના સમગ્ર સાહિત્યસર્જન માટે વર્ષ ૧૯૧૫ માં નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.