🇮🇳 Flat ₹ 100 OFF on Online Payment + 🎁 Free Gift on All Prepaid Payments !
Need any Help? Contact us here
પહેલાના સમયની સરખામણીએ આજે બાળઉછેરની વ્યાખ્યા અને સ્ટાઇલ ખુબ બદલાય ગયા છે. આજે ધીરે ધીરે ન્યુક્લિયર ફેમિલી થઇ રહ્યા છે અને એક અથવા બે જ બાળકોનો ટ્રેન્ડ આવી ગયો છે. કમ્પૅરિઝન અને કોમ્પિટિશનની એવી હવા ચાલી છે કે જેનું ભોગ આપણું બાળક બની રહ્યું છે. આ સમયમાં ખુબ જરૂરી છે કે આપણે પેરેન્ટ્સ તરીકે જાગૃત થઈએ અને બાળકના એસેન્સને પૂરતું પોષણ આપી એને એના જીવનમાં વધુ સુખી અને આનંદિત થવાનો અવસર આપીએ.
આ પુસ્તક તમને તમારા બાળકને સમજવામાં મદદરૂપ થાય છે. આજે મોટાભાગના પેરેન્ટ્સ ફરિયાદ કરતા હોય છે બાળક અમારી વાત નથી સાંભળતું કે અમે કહીએ એમ નથી કરતુ. આની પાછળનું મૂળ કારણ હોય છે કે પેરેન્ટ્સ જ બાળકને નથી સમજતા હોતા. જયારે પેરેન્ટ્સ બાળકને સમજતા નથી ત્યારે બાળક સાથેનો એનો વ્યવહાર પણ ભૂલભરેલો જ રહે છે.
જો તમે ચાર થી ચૌદ વર્ષના બાળકના પેરેન્ટ્સ હોવ અથવા આ ઉંમરનું બાળક તમારા ઘરમાં હોય તો આ પુસ્તક ખાસ વાંચજો. આનો અભ્યાસ કરજો. ખુબ લાભ થશે.
Parenting, Shikhavnar, Shikhaman, Baby, Childcare