
500થી વધુ રોગોનો આયુર્વેદિક ઈલાજ અને દરેક રોગના એકથી વધુ ઉપચારો વર્ણવતું પુસ્તક!
ચિકિત્સા પદ્ધતિઓમાં આયુર્વેદથી વધારે કોઈ સર્વશ્રેષ્ઠ ગ્રંથ નથી કારણ કે તે વેદનું જ એક અંગ છે, પછી આવીને અનેક ઋષિ મુનિઓએ પણ અનેક સંહિતા, નિઘંટુ, નિદાન શાસ્ત્રાદીની રચના કરી છે. વર્તમાન યુગાનુસાર પણ અનેકાનેક નાના – મોટા ગ્રંથ રોજ લખવામાં આવી રહ્યા છે, વાંચવામાં આવી રહ્યા છે, ત્યાં સુધી કે પોકેટ સાઇઝમાં પણ ઉપલબ્ધ છે. દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રેમાસિક પત્ર – પત્રિકાઓમાં પણ આયુર્વેદિક નુસખાનો હોય છે, માત્ર આ પત્ર પત્રિકાઓના નુસખા પર નજર કરવાથી જ આયુર્વેદિક દવાઓની લોકપ્રિયતા સ્પષ્ટ થાય છે.
આ સ્થિતિમાં એક એવા ગ્રંથની ઉપલબ્ધિની અતિ આવશ્યકતા હતી જે દળદાર ના હો, કારણ કે સમયનો અભાવ દરેકની પાસે છે, વળી એટલો સંક્ષિપ્ત પણ ના હો કે પાઠક પોતાના રોગનિદાન માટે પુસ્તક હાથમાં લે અને અકળાઈને પાછું મૂકી દે, કારણ કે તેમને અપેક્ષિત રોગની ચિકિત્સા જ ના મળે. આ બાબતોને ધ્યાનમાં રાખીને આ પુસ્તકને સંપાદિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સફળતા ક્યાં સુધી મળી છે તે તો અનુભવી ચિકિત્સક અને પાઠકગણ જ નિર્ણય કરશે.
પુસ્તકની વિશેષતા નીચે મુજબ છે.
- વિષયસૂચિ બે છે. વર્ણાનુક્રમ ( Alphabetically ) અને શરીર સંસ્થાન ક્રમથી ( Systemwise ), જેથી પાઠક પોતાની યોગ્યતાનુસાર જલદીમાં જલ્દી બીમારીનું નામ શોધી લે.
- પ્રત્યેક યોગ મૂળ ગ્રંથ આધારિત છે.
- વર્તમાન વ્યસ્ત જીવનમાં ઔષધિ બનાવીને સેવન કરવું, કરાવવું બંને મુશ્કેલ થઈ ગયું છે. આથી બની બનાવેલી ઔષધિઓ જે બજારમાં ઉપલબ્ધ છે, તેનાથી જ ચિકિત્સા કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રસ – રસાયણ, વટી, ચૂર્ણ, અવલેહ, આસવ આરીસ્ટ ધૃત, ગુગળ, તેલ ઈત્યાદિથી જ ચિકિત્સા આપવામાં આવી છે.
- આયુર્વેદિક શબ્દાવલિની સ્પષ્ટ પરિભાષા આપવામાં આવી છે.
- તુલનાત્મક તોલ – માપ આપવામાં આવ્યું છે જેનાથી એક પ્રણાલીથી બીજી પ્રણાલીમાં વજન કે માપનું જ્ઞાન આસાનીથી મળી રહે.
- પ્રત્યેક રોગની અનેક અનુભૂત ઔષધિઓ આપવામાં આવી છે જેમાંથી કોઈને કોઈ ઓષધિ યોગ અવશ્યપણે આસાનીથી ઉપલબ્ધ થઈ જશે. અન્ય ગુણ દોષોનો નિર્ણય પાઠક સ્વયં કરશે. પૂર્ણતાનો દાવો તો છે જ નહીં. સલાહ આવકાર્ય છે, જેથી બીજી આવૃત્તિ સંવર્ધિત થઈ શકે.