પાને પાને ઉત્તેજના જગાવતું રોમાંચક સસ્પેન્સ થ્રીલર ‘કહર’ એ પાર્થ નાણાવટીની પ્રથમ નવલક્યા છે. આ પહેલા એમનો વાર્તા સંગ્રહ ‘તેર’ પ્રકાશિત થઇ ચુક્યો છે. પાર્થ લખવા ઉપરાંત સિનેમા, વાંચન અને પ્રવાસમાં રુચિ ધરાવે છે. મૂળે આણંદના વતની પાર્થ ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે એમની પત્ની અને બે પુત્રો સાથે વસવાટ કરે છે. ચન્દ્રકાન્ત બક્ષી અને અશ્વિની ભટ્ટ ગુજરાતીમાં એમના પ્રિય સર્જકો છે. વ્યવસાયે મેડીકલ સાયન્ટીસ્ટ એવા પાર્થની વાર્તાઓ ‘ચિત્રલેખા’ અને ‘મમતા’ જેવા સામાયિકોમાં નિયમિત રીતે પ્રકાશિત થતી રહે છે.