• Garbh Samvad – ગર્ભ સંવાદ (2 પુસ્તકો)
  • Garbh Samvad – ગર્ભ સંવાદ (2 પુસ્તકો)
  • Garbh Samvad – ગર્ભ સંવાદ (2 પુસ્તકો)
  • Garbh Samvad – ગર્ભ સંવાદ (2 પુસ્તકો)
  • Garbh Samvad – ગર્ભ સંવાદ (2 પુસ્તકો)
  • Garbh Samvad – ગર્ભ સંવાદ (2 પુસ્તકો)

Garbh Samvad – ગર્ભ સંવાદ (2 પુસ્તકો)

₹ 350.00 ₹ 380.00 SAVE 8%

Quantity

ગર્ભસંવાદ – લેખક : કંદર્પ

બાળકના માતા સાથે અને પિતા સાથેના કનેક્શન પોઈન્ટ અલગ અલગ હોય છે. માતા સાથે પોતાની બધી જ વાતો શેર કરશે. માતા બધું જ સાંભળશે. જ્યારે પિતા સાંભળવાને બદલે બાળકને કહેશે. બાળક પણ પિતાની વાતને ગંભીરતાથી લેશે. બંને કનેકશન્સની ઉપયોગિતા અને સુંદરતા છે. બાળકના વિકાસ માટે બંને બાબતો જરૂરી છે.

માતા ઈમોશનલ ક્વોશન્ટ અને પિતા ઇન્ટેલેમ્યુઅલ ક્વોશર સાથે વધુ કનેક્ટ કરે છે. આ નિયમને લેખકે અહીં સરસ રીતે ઉપયોગ કર્યો છે. ગર્ભમાં બાળક હોય ત્યારે આપણી ઈચ્છા હોય છે કે એનો શારીરિક, માનસિક અને ઇમોશનલી સરસ વિકાસ થાય. આ માટે ઉપલબ્ધ ઘણી રીતોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણી રીતોમાંની એક રીતે એટલે સંવાદ.

આ પુસ્તકને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે.

પ્રથમ ભાગમાં બાળક ગર્ભમાં રહીને માતા સાથે વાતો કરે છે. બાળકની વાતોનો સોર્સ આવે ક્યાંથી? એ વાતો શું કરે? માતા એની સાથે કઈ રીતે કનેક્ટ થાય છે? આ બધા સવાલોના જવાબો આ પુસ્તક વાંચતા વાંચતા તમને મળશે. એ જ રીતે બીજા ભાગમાં પિતા પોતાના જીવનના અનુભવોના આધારે બાળકને પત્રો લખે છે. એક ત્રિવેણી સંગમ જેવું બને છે.

ગર્ભસંવાદ – લેખક : ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ આજે આપણે જે મગજ ધરાવીએ છીએ એ લાખો વર્ષોની પ્રક્રિયા બાદ તૈયાર થયું છે. આ વિકાસક્રમ નોંધી ન શકાય એટલી ધીમી ગતિએ થઈ રહ્યો હતો. પણ આજે વિજ્ઞાનિકોના અભ્યાસ અને પ્રયોગો થકી સાબિત થયું છે કે છેલ્લા અમુક વર્ષોમાં માણસના મગજની ઉત્ક્રાંતિનો વેગ ખૂબ ઝડપથી વધ્યો છે. આ મગજના વિકાસનો સૌથી મહત્વનો સમય ગર્ભાવસ્થા હોય છે. આ સમય દરમિયાન જે ગતિથી વિકાસ થાય છે એ ગતિ અને ત્વરા પુરા જીવન દરમિયાન ક્યારેય નથી આવતી. ગર્ભાધાન બાદના ચાર સપ્તાહમાં બાળકના શરીરમાં જ્ઞાનતંતુના કોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. દરેક મિનિટે પાંચ લાખ જેટલા ન્યુરોન્સ પેદા થાય છે.

ન્યુરોન એટલે જ્ઞાનતંતુનો કોષ અને દરેક ક્ષણે એવા પાંચ લાખ કોષોનું ઉત્પાદન થાય છે. કલ્પના તો કરો કે કેવી તીવ્ર ગતિએ અને કેટલા વિશાળ પ્રમાણમાં આ સર્જનપ્રક્રિયા ચાલી રહી છે. અમુક માસ પછી જ્યારે મગજ આકાર પામે છે ત્યારે અમુક કરોડો ન્યુરોન્સ મગજમાં ગોઠવાય છે. અને જન્મના ૧૨-૧૩ સપ્તાહ પહેલા મગજમાં ન્યુરોન્સનું જે પ્રમાણ હોય છે એ પુખ્ત વયની વ્યક્તિમાં પણ નથી હોતું. ટૂંકમાં એ સમય દરમિયાન મગજમાં ન્યુરોન્સની માત્રા મહત્તમ હોય છે. આવું કેમ? અને આટલા બધા ન્યુરોન્સની હાજરીનું કારણ શું? પછી એની માત્રા કેમ ઘટી જાય છે? હજુ કોઈ ચોક્સ કારણ નથી શોધાયું પરંતુ તાર્કિક કારણ એવું અપાય છે કે ઉત્ક્રાંતિના નિયમ મુજબ જે બળવાન છે એ જીવે છે. આ બધા ન્યુરોન્સ વચ્ચે એક યુદ્ધ જેવો માહોલ જામે છે અને પછી એમાં જે મજબૂત છે એ ટકી જાય છે અને નબળાનો નાશ થાય છે.

આ પુસ્તકમાં પ્રેગ્નન્સીના 39 અઠવાડિયા માટે અલગ અલગ વિષય પરના સંવાદ આપ્યા છે. જે બાળકને ગર્ભમાં જ વિશિષ્ટ જ્ઞાનથી પરિચય કરાવશે.

Product added to your Cart